20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્પેનિશના દિગ્ગજ ટેનિસ પ્લેયર રાફેલ નડાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટમાંથી આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે નડાલ અબુધાબીમાં ટૂર્નામેન્ટ રમીને સ્પેન પરત ફર્યો હતો ત્યારે કોવિડ ટેસ્ટ કરાવતા તે સંક્રમિત હોવાની જાણ થઈ છે.
ટ્વીટ કરી જાણકારી આપી
રાફેલ નડાલે ટ્વીટ કરી પોતાના ફેન્સને આ મુદ્દે જાણકારી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે અબુધાબીમાં ટૂર્નામેન્ટ રમી પરત ફર્યા પછી મેં કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.
જેમાં RT-PCR પોઝિટિવ આવ્યો છે. નડાલે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે તેને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં બધું નોર્મલ થઈ જશે.